ગાંધીધામ ચોખાચોરીના કેસમાં પકડાયેલા પાંચ શખ્સોને જેલના હવાલે કરાયા : માલ ખરીદનાર હજુ પણ ફરાર

copy image

સૂત્રો જાણવી રહ્યા છે ગાંધીધામના ગુ. હા. બોર્ડ વિસ્તારમાં ચોખાચોરીના કેસમાં પકડાયેલા પાંચ શખ્સોને જેલના હવાલે કરી દેવામાં આવેલ છે પરંતુ માલ ખરીદનારા શખ્સો હજુ પણ પોલીસને પકડથી દૂર છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના ગુ. હા. બોર્ડ સામે આવેલા ગોદામમાંથી ચાર લાખના 120 બોરી ચોખાની તસ્કરી થવાના પ્રકરણમાં પકડાયેલા પાંચેય શખ્સોને રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયા છે. તેમજ અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે.