ચેક ફરતા ફરવાના કેસમાં દહીંસરાના આરોપી શખ્સને એક વર્ષની સાદી કેદ

copy image

copy image

ચેક ફરતા ફરવાના કેસમાં દહીંસરાના આરોપી શખ્સને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માનકૂવા ટિમ્બર ઈન્ડસ્ટ્રીઝમાંથી દહીંસરાના પિંડોરિયા નાનજી કેસરા નામના શખ્સે કુલ એક લાખના માલ સામાનની ખરીદી કરી હતી, જેના બદલામાં આપવામાં આવેલ ચેક પરત ફરતા તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, કેસ દરમ્યાન આરોપી વિદેશ જતાં વોરંટની બજવણીની પ્રક્રિયા શક્ય ન બનતાં તેનો બચાવનો હક્ક કોર્ટ દ્વારા બંધ કરવાનો હુકમ કરી કેસની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ અને વળતરની રકમ તરીકે રૂા. 2.50 લાખ ફરિયાદીને ચૂકવવા આદેશ જાહેર કર્યો હતો. આમ આરોપી વિદેશથી ભારતમાં આવ્યેથી તેની ધરપકડ કરી સજા ભોગવવાની રહેશે.