અંજારમાં 24 વર્ષીય યુવાનનો આપઘાત

suicide

copy image

suicide
copy image

અંજારમાં 24 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના  ગંગાનાકા  નજીક દુકાનમાં  કિરણ જીવરાજભાઈ નાઈ નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભરી લીધુ હતું. ગત તા. 25/4ના  રોજ હતભાગીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મરુત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.