નખત્રાણાના દેવપરમાં 28 વર્ષીય યુવા પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી

copy image

copy image

નખત્રાણાના દેવપરમાં 28 વર્ષીય યુવા પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતા મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  નખત્રાણા ખાતે આવેલ દેવપર યક્ષમાં રહેતી યુવા પરિણીતા રમીલાબેન ભદ્રુ પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી લઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.