માંડવીના બીદડામાં 48 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image

copy image

માંડવી ખાતે  આવેક બિદડામાં 48 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધુ હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી વધુ પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 24/4ના રાતના સમયે માંડવીના બિદડામાં મફતનગરમાં રહેતા રતનભાઈ સંઘારે અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.