મોટી ભુજપુર હાઇસ્કૂલ મધ્યે શિક્ષકોનો વિદાય સહ શુભેચ્છા સત્કાર સમારોહ ભાવપૂર્ણ રીતે ઉજવાયો…

એ.જે.એસ. હાઇસ્કૂલ, મોટી ભુજપુર મધ્યે વતનની વાટે જઇ રહેલ અનુદાનિત માધ્યમિક સંવર્ગના શિક્ષકો માટે વિદાય સહ શુભેચ્છા સત્કાર સમારોહ યોજવામાં આવેલ હતો. જેમા વર્ષો સુધી કચ્છને પોતાની કર્મભૂમિ બનાવી સેવારત શિક્ષક શ્રી નિલેશ કુમાર ડી વાઘેલા, શ્રીમતી ઇન્દિરાબેન રાઠોડ, શ્રીમતી હેતલ બેન ઝલાવાડીયા અને શ્રી લલિતભાઈ પટેલનો ભવ્ય શુભેછા સમારંભ શાળાના સભાખંડ મધ્યે સંતો, શિક્ષણવિદો, સાહિત્યકારો, શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી યતિ મોતીસાગરજી અને અતિથિ વિશેષ અને મુખ્ય વક્તા તરીકે શ્રી ડૉ જેન્તીભાઈ જોષી ઉર્ફે શબાબ પધારેલ હતા.
આ સમારોહમાં જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન અને હાલ સભ્યશ્રી મહેન્દ્રભાઈ ગઢવી, ગામના સરપંચ લક્ષ્મીબેન નંજાર, કવિ અને સાહિત્યકાર આશાનંદભાઈ ગઢવી, ગામના દાતા શ્રી કિરીટભાઈ સોની, નાયબ મામલતદાર વિશ્રામભાઇ શાખરા તેમજ શૈક્ષિક મહાસંઘ-કચ્છ સરકારી સંવર્ગ અધ્યક્ષ શ્રી નયનભાઈ વાંઝા, માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગના અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ જાની, મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી નિધિબેન રાજગોર અને સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉપાધ્યક્ષ શ્રી પુનશીભાઈ ગઢવી ની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી.
કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામા આવેલ હતી. ત્યારબાદ શાળાના ઈન ચાર્જ આચાર્ય શ્રી કિશોરભાઈ સોલંકીએ આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ હતુ.
આ પ્રસંગે ગામના અનેક સામાજિક અગ્રણીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આદર્શ શિક્ષકોને સન્માનિત કરેલ હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાનોના પ્રાસંગિક ઉદબોધન તેમજ આશીર્વચન બાદ વતનની વાટે જનાર શિક્ષકોએ તેમના શાળા સંસ્મરણોને વાગોળેલ હતા. જેમાં વિદાય લેતા શિક્ષક નિલેશભાઈ વાઘેલાએ ભાવપૂર્ણ ગીત ગાઈ સૌનો અલગ અંદાજમાં આભાર વ્યક્ત કરેલ હતો.
મુખ્ય વક્તા શ્રી ડૉ જેન્તીભાઇ જોશીએ તેમની આગવી શૈલીમાં વક્તવ્ય આપી સૌને મંત્ર મુગ્ધ કરેલ હતા.
કાર્યક્રમના અંતે યતિ શ્રી મોતીસાગરજી એ વિદાય લેતા શિક્ષકોને આશીર્વચન આપી, શિક્ષણ કર્તવ્ય પથ પર આગળ વધવા અપીલ કરેલ હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન મૂરજીભાઇ મિંઢાણીએ કરેલ હતુ, જ્યારે આભાર વિધિ રમેશભાઈ નંજારે કરેલ હતી. કાર્યક્રમના અંતે સૌ માટે ભોજન પ્રસાદનુ આયોજન પણ કરવામાં આવેલ હતુ.