પવનચક્કીની બાજુમાં ટ્રાન્સફોર્મર કાપીને તેમાંથી કોપરની પટ્ટીઓની ચોરી કરતા સાત શખ્સોને પોલીસે દબોચ્યા

copy image

copy image

લખપત તાલુકાના હરોડા ગામની સીમમાં આવેલી પવનચક્કીની બાજુમાં ટ્રાન્સફોર્મર કાપીને તેમાંથી કોપરની પટ્ટીઓની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હરોડા ગામના બસ સ્ટેશન પાસે આરોપીઓ ભેગા થઈ અન્ય ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં છે જેથી પોલીસે તે જગ્યાએ તપાસ કરતાં ત્યાથી સાત શખ્સોને રાધણગેસનો બાટલો, ઓક્સિજન સિલિન્ડર, ગેસ કટર નળી સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા આ આરોપીઓ અન્ય ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતા હોવાનું સામે આવ્યું છે આ આરોપીઓને નરા પોલીસ સ્ટેસન ખાતે સોપી આગળની કાર્યવાહી આદરી છે