અંજાર KKMS ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ધારાસભ્યશ્રીની વિશેષ હાજરીમાં શાળા વ્યવસ્થાપન સમિતિ સાથેના માન. મુખ્યમંત્રીશ્રીના સંવાદનું લાઈવ પ્રસારણ નીહાળવામાં આવ્યું

આજરોજ શાળા વ્યવસ્થાપન સમિતિ ની પુનઃરચના અને શાળામાં ભાગીદારી નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રીનો સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કેકેએમએસ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે નિહાળવાનું આયોજન થયેલ હતું. જેમાં અંજાર વિધાનસભા વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, નગર શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા, વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા, TPEO આર. ડી. મહેશ્વરી સાહેબ, કે કે એમ એસ ગર્લ્સ સ્કુલના આચાર્ય વિપુલગીરી ગોસ્વામી, સી.આર.સી. પિયુષભાઇ ડાંગર અને જીજ્ઞાબેન પટેલ,નગર શિક્ષણ સમિતિની શાળાના આચાર્યો અને શિક્ષકો, જુદી જુદી શાળામાંથી આવેલ એસએમસીના સભ્યોએ આ સંવાદ નિહાળ્યો હતો.

    શરૂઆતમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર સાહેબ દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતિની કાર્યપદ્ધતિ વિશે વાત કરવામાં આવી હતી. માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા જુદા જુદા જિલ્લાની જુદી જુદી શાળાઓના એસએમસીના સભ્યો અને શિક્ષકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના દ્વારા પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું.

વિડિયો કોન્ફરન્સ પૂરી થયા બાદ અંજારના જનપ્રિય ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સાહેબ દ્વારા ઉપસ્થિત એસએમસી સભ્યો શાળાઓના વિકાસ કાર્યોમાં શાળાના શિક્ષકોની સાથે રહી જરૂરિયાત મુજબ આયોજન કરે અને શાળાઓની જરૂરિયાતો પૂરી કરે સાથે સાથે શિક્ષણમાં પણ પણ પૂરતું ધ્યાન આપે તેવી વાત કરવામાં આવી હતી. તે ઉપરાંત અંજારમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા કામની તેમના દ્વારા વાત કરવામા હતી.