મુખ્યમંત્રીશ્રીએ જખૌ ખાતે પૂજ્ય ઓધવરામજી મહારાજના નૂતન મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી

આજરોજ જખૌ ગામે સદગુરુ ભગવાન વાલરામજી શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત પૂજ્ય ઓધવરામજી મહારાજના નૂતન મંદિરના ત્રિદિવસીય ભાવ પ્રાણ- પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સહભાગી થવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ પધાર્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય ઓધવરામજી મહારાજના નૂતન મંદિરની મુલાકાત લઈને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પૂજ્ય ગુરૂ શ્રી હરિદાસજી મહારાજ સાથે મુલાકાત કરીને તેમના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા.