સાંસદશ્રી તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ ના સહયોગથી આયોજીત સાંસદ સમરસ સર્વજ્ઞાતિ સમુહ લગ્ન માટેના યક્ષમંદિર – માધાપરમાં શરૂ થયેલ કાર્યાલય ધમધમે છે.


કચ્છ લોકસભા આયોજીત અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજ ના સહયોગ થી સૌ પ્રથમ વખત સાંસદ સમરસ
(સર્વ જ્ઞાતિય) સમુહ લગ્ન મહોત્સવ – ૨૦૨૫ નું તારીખ ૨૮/૦૪/૨૦૨૫ ના રોજ કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી
દેવજીભાઇ વરચંદ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક કચ્છ વિભાગના સંઘ ચાલક શ્રી હિમ્મતસિંહજી વસણજી, જીલ્લા પંચાયત
પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા તથા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા તથા મહાનુભાવો ના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યું.
કોઇ પણ જાતના ભેદભાવ વગર સર્વ જ્ઞાતિય સમુહ લગ્નમાં મધ્યમવર્ગ અને સામાન્ય પરિવારોની ૨૫૧ જેટલા
લક્ષ્યાંક સાથે દીકરા – વ્હાલસોયી દીકરીઓ ના ધામધૂમ થી જ્ઞાતિ પરંપરા અને રીતરિવાજો મુજબ લગ્નોત્સવ ઉજવાશે.
માધાપર – ભુજ મધ્યે આવેલ પવિત્ર સ્થળ યક્ષ દાદાના સાનિધ્યમાં કાર્યાલય નું શુભારંભ કરવામાં આવેલ છે.
જેમાં સમુહ લગ્નમાં ભાગ લેનાર ના પરિજનો – વાલીઓ ને પુરતુ માર્ગદર્શન માટે તથા ફોર્મ ભરવાની પ્રક્રિયા –
રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
ભગીરથ કાર્ય માટેના નિમિત માત્રશ્રી વિનોદભાઇ ચાવડા તેમના સર્વે સહયોગીઓ ને કચ્છ જીલ્લા ભાજપ
પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદ, રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના કચ્છ વિભાગના સંઘ ચાલક શ્રી હિમ્મતસિંહજી વસણે આ
ભગીરથ કાર્યને બિરદાવતા જણાવ્યુ હતું કે સમુહ લગ્ન નું આયોજન એ સામાજીક સમરસતા માટે એક મહત્વનુ પ્રેરકબળ
સાબિત થશે.
કાર્યાલય પ્રારંભે જ સમુહ લગ્નોત્સવ માં ઇચ્છુક વાલી પરિજનો થી કાર્યાલય ધમધમે છે. સંપુર્ણ માર્ગદર્શન અને
ફોર્મ વિતરણ કરવાનું શરૂ થઇ ગયેલ છે. વાલીઓને પુરતુ માર્ગદર્શન મળે માટે આયોજન સમિતિ ના સદસ્યો શ્રી
હિતેશભાઇ ખંડોર ફોન નંબર ૯૮૨૫૦૧૭૫૩૪, શ્રી વિશાલભાઇ ઠક્કર ૯૯૭૯૧૪૮૯૯૯ તથા મયુરસિંહ જાડેજા
૯૮૨૫૪૮૬૨૦૧, મીત ઠક્કર ૯૮૯૮૦૦૮૯૮૯, ભીમજી જોધાણી ૯૮૨૫૨૩૨૦૧૩, દિનેશભાઇ ઠક્કર
૯૮૨૫૦૨૬૧૫૧ નો સંપર્ક કરવાનું સાંસદશ્રી વિનોદભાઇએ જણાવ્યુ હતું.