લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી અલગ- અલગ ગુનામાં પકડાયેલ કિ.રૂ.૩૬,૮૮,૫૪૫/- વિદેશી દારૂનો નાશ ક૨તી લાકડીયા પોલીસ

મહે.શ્રી.ડી.જી.પી.સાહેબ તથા મહે.પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સરહદી રેન્જ ભુજ તથા મે. પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા ભચાઉ-વિભાગ ભચાઉનાઓએ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓ કામે કબ્જે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ ક૨વા સુચના કરેલ.
જે અનુસંધાને લાકડીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૪-૨૦૨૫ ના સમયગાળા દરમ્યાન પ્રોહીબીશનના કુલ-૧૦ ગુનાઓમાં વિદેશી દારૂ કબ્જે ક૨વામાં આવેલ જે કબ્જે કરેલ વિદેશી દારૂનો નાશ ક૨વા માટે નામદાર કોર્ટનો હુકમ મેળવી આજરોજ લાકડીયા વિસ્તારની સરકારી જગ્યા ઉપર જે.આર.ગોહેલ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ભચાઉ તથા શ્રી સાંગર સાંબડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ તથા પોલીસ ઇન્સપેકટર જે.એમ.જાડેજા તથા નશાબંધી અને આબકારી અંજાર વિભાગના શ્રી ડી.આર.ધોબીનાઓની
હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં નીચે મુજબનો વિદેશી દારૂનો નાશ ક૨વામાં આવેલ.

