બીજા રાઉન્ડમાં પણ દરરોજ પાંચ થી સાત રોમાંચક મેચોસાંસદ કિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૩

કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ૫૨૦ થી વધુ ટીમોને ત્રણ માસના સમયગાળા
દરમ્યાન રમાડી લીમકા બૂક ઓફ વર્લ્ડ માં સૌથી મોટી ઓપન ડે – નાઇટ ટુર્નામેન્ટ માં રેકોર્ડ બનાવવા તરફ
અગ્રેસર છે. ખેલાડીઓ નો ખેલ પ્રત્યે ની ભાવના – દર્શકો તરફ થી મળતું પ્રોત્સાહન અને આયોજકો તરફ થી
વ્યવસ્થા નો અદ્દભુત સંગમ જોવા મળે છે.
આ સાથે તારીખ ૩૦/૦૪/૨૦૨૫ના છપન્નમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ સ્ટાર કોસા ઇલેવન અને ABU વોરીયર્સ
ઇલેવન ભારાપર વચ્ચે રમાઇ ABU વોરીયર્સ ઇલેવન ભારાપર ની જીત થઇ હતી. બીજી મેચ નવાબ ઇલેવન ભુજ અને
શિવ ઇલેવન અંજાર વચ્ચે રમાઇ જેમાં શિવ ઇલેવન અંજાર ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ ફાઇટર ઇલેવન ભુજ અને
DLR ઇલેવન વચ્ચે રમાઇ હતી. જેમાં ફાઇટર ઇલેવન ભુજ વિજેતા થઇ હતી. ચોથી મેચ દોસ્તી ઇલેવન અને કંડલા
ઇલેવન વચ્ચે રમાઇ જેમાં દોસ્તી ઇલેવન ની જીત થઇ હતી. પાંચમી મેચ તવા સ્ટાર ઇલેવન આદિપુર અને જયશ્રી
રામ ફાઇટર ઇલેવન વચ્ચે રમાઇ જેમાં તવા સ્ટાર ઇલેવન આદિપુર ની ટીમ વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા
કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.
આ મેચ દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારેલ સર્વશ્રી મહાનુભવો સાથે જુરી કમિટીના સભ્યો વિગેરે

હાજર રહ્યા હતા.