બે વર્ષ અગાઉ કિશોરીનું અપહરણ કરી વારંવાર બળાત્કાર ગુજારવાના ચકચારી પ્રકરણમાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદ

copy image

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં બે વર્ષ અગાઉ કિશોરીનું અપહરણ કરી વારંવાર બળાત્કાર ગુજારવાના ચકચારી પ્રકરણમાં આરોપીને તકસીરવાન ઠેરવી અને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીદ્ધાંના કાર્ગો વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના શખ્સે બે વર્ષ પૂર્વે 15 વર્ષીય એક કિશોરીનું અપહરણ કર્યા બાદ તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં કોર્ટમાં ચાલી જતાં, કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂા. 20,000નો દંડ ફટકારતો હુકમ જાહેર કર્યો હતો.