અમદાવાદ IIMમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલ બે શખ્સોને સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ દબોચ્યા

copy image

સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદ IIMમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલ બે શખ્સોને સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ દબોચી લીધા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ બને યુવાનોને બાદશાહ અને અજમલ નામના ડ્રગ્સ સપ્લાયરે IIMના નવા કેમ્પસ પાસે પહોંચીને ફોન કર્યા બાદ એક વ્યક્તિને ડ્રગ્સ પહોંચતુ કરવા જણાવેલ હતું. તે દરમ્યાન વધુજમાં જાણવા મળી રહ્યું છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બે શખ્સો IIMના નવા કેમ્પસમાં ડ્રગ્સ સપ્લાય કરવા આવી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી ઈશમોને દબોચી લીધા હતા.