કેડીટીટીએના ધ્રુવ અને રેહાંશને રાજ્ય ટીટી એસોસીએશન દ્વારા પ્લેયર ઓફ ધ ઈયર એવોર્ડ

રવિવારે અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) દ્વારા રાજ્યના ખેલાડીઓના વર્ષ દરમિયાનના પ્રદર્શનની કદરરૂપે મેગા ઇવેન્ટ યોજીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

આ ભવ્ય સમારંભમાં આદિપુર કેડીટીટીએના ટેબલ ટેનિસ ખેલાડીઓ ધ્રુવ ભંભાણી અને રેહાંશ સિંઘવીને તેમના વર્ષ દરમિયાનના પ્રદર્શનને ધ્યાનમાં લઈને તેમની કેટેગરીમાં પ્લયેર ઓફ ધ ઈયરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.  
ધ્રુવને ‘બેસ્ટ હોપ્સ (અન્ડર-11) બોયસ પ્લેયર’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ધ્રુવે તાજેતરમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના પ્રારંભે જ WTT યૂથ કન્ટેન્ડર ચેમ્પિયનશિપ 2025માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ઉપરાંત ગોવા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સ્ટેટ લેવલ ટુર્નામેન્ટ માં પણ પાંચ ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીતીને વર્ષની ફાઈનલ રેન્કિંગમાં સ્ટેટ નંબર-1 પર રહ્યો હતો.  
જ્યારે રેહાંસને ‘બેસ્ટ હોપ્સ (અન્ડર-9) બોયસ પ્લેયર’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે વર્ષ દરમિયાન યોજાયેલી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ

માં અને સ્ટેટ ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને વર્ષની ફાઈનલ રેન્કિંગમાં સ્ટેટ નંબર-1 પર રહ્યો

 હતો.
આ બંને ખેલાડીઓ આદિપુરના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ચાલી રહેલી કેડીટીટીએ ટેબલ ટેનિસ એકેડેમી ખાતે કોચ શંકનિલ બસાક પાસે તાલીમ લઇ રહ્યા છે.

સંસ્થાના બધા પદાધિકારીઓએ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.