ગુજરાતમાં ઉનાળાના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી

copy image

ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે રાજ્ય ભરમાં તમામ લોકો કોઈ ગરમીથી ત્રસ્ત થઈ ચૂક્યા છે. એવામાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોને લઈ આગાહી કરાઈ છે. સૂત્રો જણાવી રહ્યા છે રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે ત્યાર બાદ તારીખ બાદ રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વધું જાણવા મળી રહ્યું છે કે, રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી પણ હવાનમાં વિભાગે કરી છે. રાજ્યમાં તા. 3 થી 7 મે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવવાની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 30-35 કિમી પ્રતિ કલાકની રહેશે.