ભચાઉમાં યુવાન પર છરી વડે હુમલો કરી ત્રણ શખ્સોએ આંચરી મોબાઈલની લૂંટ

copy image

ભચાઉમાં યુવાન પર છરી વડે હુમલો કરી મોબાઈલની લૂંટ મચાવી હોવાનો બનાવ સામે આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ ખાતે આવેલ ભવાનીપુરથી ગુણાતીતપુર તરફ જતા માર્ગ પર નર્મદા કેનાલના પુલ પર બેઠેલા યુવાન એવા શિક્ષક ઉપર ત્રણ ઈશમોએ છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના લુણવામાં આવેલી પ્રાથમિક શાળામાં દોઢેક વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ભચાઉના ભવાનીપુર પટેલ સોસાયટીમાં રહેનાર જયદીપ ગોરધન ચિકાણી આ બનાવના શિકાર બન્યા હતા. ગત રાત્રી દરમ્યાન આ યુવાન જમીને ભવાનીપુરથી ગુણાતીત તરફ જતા માર્ગ પર વોક કરવા નીકળ્યો હતો. ત્યારે કેનાલની પાળી પાસે જઇ ત્યાં બેસી મોબાઇલ જોઇ રહ્યો હતો, તે દરમ્યાન બાઇક પર ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવેલ હતા, અને શખ્સોએ મોબાઇલની લૂંટ મચાવી હતી. દરમ્યાન આ શખ્સો સાથે ફરિયાદી યુવાનની ઝપાઝપી થતાં એક શખ્સે પોતાની પાસે રહેલ છરી વડે તેના પર હુમલો કરી દીધો હતો. આ બનાવમાં ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો.