87.4 લાખની છેતરપિંડી આંચરનાર આરોપીની થઈ ધરપકડ

copy image

દરરોજ છેતરપિંડીના અનેકો કેસ સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં એપ્લિકેશન ડેવલપર તરીકે ઓળખાતો યુવાન મદુરાઇ શહેરમાં થયેલા સાયબર ફ્રોડના કેસમાં ઝડપાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી શખ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી તમિલનાડુના ફરિયાદી કુલ 87.4 લાખની છેતરપિંડી આંચરી હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આરોપી ઈશમે પોતે એપ્લિકેશન બનાવી છેતરપિંડી આચરી હતી. સીક્યોર સ્માર્ટ ટ્રેડિંગ’ જેવી ભ્રામક અને ખોટી એપ્લિકેશનનો ઉપયોગ કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.