વલ્લભીપુર નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત

copy image

દિન પ્રતિ દિન અકસ્માતોના બનાવ સામે આવી રહયા છે ત્યારે રાજ્યમાં ફરી વધુ એક વખત માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર – વલ્લભીપુર ખાતે આવેલ કાનપર ગામ પાસે કાર અને આઈસર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત થયાં છે. જુદી જુદી બે કારમાં એક પરિવારના પાંચ સભ્યો અમદાવાદથી બાબરા જઈ રહ્યા હતા તે સમયે તેમને આ અકસ્માત નડ્યો હતો. સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
