તા. ૦૧/૦૫/૨૦૨૫થી સામુહિક સફાઈ અભિયાન મહાઝુબેશ અંતર્ગત સેનિટેશન શાખા દ્વારા સામુહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

આજરોજ ૦૧.૦૫.૨૦૨૫ થી સામુહિક સાઈ અભિયાન મહાઝુંબેશ અંતર્ગત સેનિટેશન શાખા દ્વારા સામુહિક સફાઈ અભિયાન આદરવામાં આવ્યું હતું. જેને અંતર્ગત સફાઈકામ, ઝાડી કટિંગ, દવા છંટકાવ વગેરે જેવા કામોને આવરી લેવામાં આવ્યા હતા.

ઉપરોક્ત પ્રસંગે સેનિટેશન શાખાના ચેરમેન અનિલભાઈ છત્રાળાએ જણાવ્યું હતું કે આજરોજ થી આ ઝુંબેશ શુરુ કરવામાં આવી છે. આજરોજ તમામ વોર્ડમાંથી એક-એક ટ્રેક્ટર સાથે અંદાજીત ૬૦-૭૦ જેટલા સફાઈ કામદારની ટીમ બનાવી વોર્ડ નં.૩ માં સામુહિક સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન અંદાજીત ૮-૯ હજાર કિલો કયસનો નિકાલ કરવામાં આવ્યું હતું, જેમાં ઝાડી કટિંગ, રેતી, કચરો તેમજ બિનજરૂરી પુર પથ્થરનો નિકાલ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમ્યાન વોર્ડ નં ૦૩ ના સ્થાનિક નગરસેવક કાસમભાઈ કુંભાર પણ સ્થાન પર હાજર રહ્યા હતા. હવે દર અઠવાડિયે એક વખત સામુહિક સફાઈનું આયોજન કરવામાં આવશે. જેમાં શહેરના તમામ વોર્ડ ની ટીમો એક સાથે મળીને વારાફરતી કોઈ એક વોર્ડની સામુહિક સફાઈ કરશે.

ઉપરોકત પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે આ સામુહિક સફાઈ અભિયાન મહાઝુંબેશ અંતર્ગત સામુહિક સફાઈએ ખુબ સારું પગલું છે. હું સેનિટેશન શાખાના ચેરમેન તેમજ તેમની ટીમને અભિનંદન આપું છું તેમજ ભવિષ્યમાં આવા અભિયાન થકી સામુહિક સફાઈ જેવા કામો કરતા રહો તેવી શુભેચ્છા પાઠવું છું

આ કાર્યક્રમને સફળ બનાવવામાં સેનિટેશન શાખાના હેડ મિલનભાઈ ઠક્કર તેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.