સામખિયાળી નજીક નશામાં ધૂત ટ્રક ચાલકે ખાનગી કારને મારી ટક્કર : કાર ચાલકે પીછો કરી ચાલકને દબોચ્યો

copy image

સૂત્રો જણાવી રહ્યા છે સામખિયાળી નજીક નશામાં ધૂત ટ્રક ચાલકે પ્રવાસીને લઇ જતી ખાનગી કારને ટક્કર મારી હતી. બાદમાં ચાલકે પીછો કરી સુરજબારી ચેકપોસ્ટ પાસે તે ટ્રક ચાલકને પકડી લીધો હતો પરંતુ નશામાં ધૂત ચાલકે સામે જીભા જોડી કરી સ્ટિયરિંગ પર માથું ટેકવી સૂઇ ગયો હતો. ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ મામલે પોલીસને ફોન કરતાં પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો અને સમાધાન થયું હતું. તેમજ સૂત્રોનું કહેવું છે કે, ગેરકાયદે ધમધમતા ઢાબા વિરૂધ્ધ ધાક બેસાડતી કાર્યવાહી જરુરી બની ચૂકી છે. સામખિયાળી હાઇવે પર મોટા ભાગના ઢાબા ગેર કાયદેસર જમીન પર બનેલા છે ઉપરાંત તેમની પાસે કોઈ લાઇસન્સ પણ નથી.
