કચ્છમાં વરસાદની આગાહી વચ્ચે વાદળછાયું વાતાવરણ છવાયું : દરિયામાંથી મોટાભાગની બોટો પરત આવી

copy image

કચ્છમાં વરસાદની આગાહી વચ્ચે સવારથી બપોર સુધી વાદળછાયું વાતાવરણ છવાયું હતું પરંતુ હાલ સુધી વરસાદના કોઈ પણ સમાચાર મળ્યા નથી. જો કે, તેની અસર હેઠળ અરબસાગરમાં કરંટ જોવા મળી રહ્યો છે, જેને લઇને માછીમારી બોટો સાગરકાંઠે પરત આવી હોવાનું સામે આવ્યું છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કચ્છમાં વરસાદ તેમજ પવનની આગાહી વચ્ચે અરબસાગરના કિનારાના ગામોમાં ભારે પવન ફૂંકાયો હતો. અતિશય પવનના કારણે ધુળની ડમરીઓ ઉડી હતી. ભારે પવનના કારણે દરિયામાંથી મોટાભાગની બોટો પરત આવી ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે.
