સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે તા.૭ મેના નિ:શુલ્ક કેમ્પનું આયોજન

 નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે કરવામાં આવે છે. જે અંતર્ગત નિ:શુલ્ક મધુમેહ નિદાન-સારવાર-સલાહ કેમ્પ, મેદસ્વિતા સારવાર-સલાહ કેમ્પ, સિનિયર સિટીઝન કેર કેમ્પ, નિ:શુલ્ક હરસ-મસા-ભગંદર નિદાન સારવાર કેમ્પનું તા. ૦૭/૦૫/૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત કેમ્પમાં ડાયાબિટીસની નિ:શુલ્ક આયુર્વેદિક /હોમિયોપેથીક ઔષધીય સારવાર, દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. મફત બ્લડ સુગર ચેકઅપ, મેદસ્વિતા (જાડાપણુ) માટે સારવાર-સલાહ આપવામાં આવશે. સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્ય તથા શક્તિવર્ધક ઔષધિ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ કલાકનો રહેશે. આ કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ-કચ્છ ખાતે યોજાશે તેવું સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની યાદીમાં જણાવાયું છે.