કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે ૭ મે, ૨૦૨૫ ના રોજ સમય સાંજે ૪.૦૦ થી ૮.૦૦ કલાક દરમ્યાન સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે 7 મેના રોજ વિવિધ જગ્યાએ મોક ડ્રીલ યોજવા સૂચના આપી છે. કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મોક ડ્રીલ એક મહત્વપૂર્ણ રીત છે. કચ્છ જિલ્લામાં ત્રણ જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભુજ ખાતે પોલીસ હેડ કવાર્ટર (પોલીસ પરેડ ગ્રાઉન્ડ), ગાંધીધામ ખાતે કડલા પોર્ટ તથા નલીયા ખાતે રાજપુત સમાજવાડીએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે. આ મોકડ્રીલ તા. ૦૭/૦૫/૨૦૨૫ ના રોજ સાંજે ૪.૦૦ કલાકથી ૮.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે. જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે? ત્યારબાદ સાંજે ૭.૩૦ થી ૮.૦૦ કલાક દરમિયાન ક્રેશ બ્લેક આઉટ (અંધારપટ) કરવામાં આવશે. સાંજે ૭.૩૦ થી ૮.૦૦ કલાક દરમિયાન પોતાના ઘરની તમામ લાઈટો બંધ રાખવા અનુરોધ કરવામાં આવે છે. જેમાં તમામ નાગરિકોને સહયોગ આપવા અનુરોધ છે. ખોટી અફવાઓથી દૂર રહેવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન-કરવા અનુરોધ છે.
