મુંદરાના સમાઘોઘા ગામે સરકારી જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણ તોડી સરકારી જમીન ખુલ્લી અને દબાણ મુકત કરવામાં આવેલ

મુંદરા મહેસુલી તંત્ર ધ્વારા આજરોજ તા.૦૬/૦૫/૨૦૨૫ ના રોજ સરકારી જમીન પરના અનધિકૃત દબાણ હટાવવાની કામગીરી ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવામાં આવેલ.તાલુકાના સમાઘોઘા ગામે સરકારી સ.નં.૩૬૯/ પૈકીની જમીનમાં થયેલ ગેરકાયદેસર રીતે દબાણ કરીને હોટલ, ઓરડીઓ, પતરાનો શેડ તથા દુકાનો બનાવવામાં આવેલ હતી. સરકારી જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ તથા બાંધકામ દૂર કરવામાં આવેલ. આ કામગીરી અંતર્ગત શ્રી કે.એસ.ગોદિયા ,મામલતદારશ્રી,મુંદરાના ધ્વારા દબાણકર્તા શખ્સોને દબાણ હટાવવા નોટીસ આપવામાં આવેલ. જે ગેરકાયદેસર કોમર્શીયલ દબાણ-બાંધકામને આજરોજ જિલ્લા કલેકટરશ્રી, કચ્છ-ભુજના માર્ગદર્શન તથા પ્રાંત અધિકારીશ્રી,મુંદરાના સુપરવિઝન હેઠળ મામલતદારશ્રી,મુંદરા, સર્કલ ઓફીસરશ્રી,મુંદરા તથા નાયબ મામલતદારશ્રી, (દબાણ), મુંદરા પી.જી.વી.સી.એલ.ટીમ તથા પોલીસ વિભાગના અધિકારીશ્રી/કર્મચારીની હાજરીમાં નીચે મુજબની સરકારી જમીન દબાણ મુકત તથા ખુલ્લી કરવામાં આવેલ છે.

સરકારી જમીન પર કરવામાં આવેલ કુલ-૧૧ દબાણો દૂર કરી, અંદાજિત કુલ ૬૪૦ ચો.મી. જમીન જેની અંદાજે કિંમત જંત્રી મુજબ રૂ.૬,૫૯,૨૦૦/- (અંકે છ લાખ ઓગણ સાઇઠ હજાર

બસો પુરા)ની કિંમતી સરકારી જમીન દબાણ મુકત કરાવવામાં આવેલ છે તેવુ પ્રાંત અધિકારીશ્રી,મુંદરા –(કચ્છ)ની યાદીમાં જણાવવામાં આવ્યુ.