PM પોષણ અભિયાન હેઠળ અક્ષય પાત્ર ફાઉન્ડેશનને CNG વાહનની ભેટ

બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે, પોલીઓલેફિન આધારિત પેકેજિંગ અને ટેક્નિકલ ટેક્સટાઇલ્સના અગ્રણી એવા વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડએ PM પોષણ અભિયાન (મધ્યાહ્ન ભોજન યોજના)ના અમલકર્તા અક્ષય પાત્ર ફાઉન્ડેશનને એક CNG સંચાલિત ડિલિવરી વાહન ભેટમાં આપ્યું છે.
વિશ્વના સૌથી મોટા NGO દ્વારા ચાલતા શાળા ભોજન કાર્યક્રમ તરીકે ઓળખાતું આ અભિયાન દરરોજ હજારો બાળકોને પોષણ પૂરુ પાડે છે. અને હવે તે સસ્ટેનેબલ લોજિસ્ટિક્સ મોડલ તરફ આગળ વધી રહ્યું છે.
આ નવી CNG વ્હીકલ દ્વારા દરરોજ આશરે 2,000 ફ્રેશ મિડ-ડે મિલ (તાજું બનાવેલું મધ્યાહ્ન ભોજન) ગાંધીનગર જિલ્લાના 8 થી 10 સરકારી શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે. જે ખર્ચ અને સમય બંનેની બચત કરશે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઈંધણ ખર્ચમાં ઘટાડો કરી પર્યાવરણની સમતુલા જાળવી એક મજબુત મોડલ સ્થાપિત કરશે.
વીર પ્લાસ્ટિક્સના CEO શ્રી હરજીવ સિંહે જણાવ્યું હતું કે, ‘વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં મારું માનવું છે કે ટકાઉપણું અને સામાજિક અસર એકબીજાથી અલગ નથી. અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથેની અમારી ભાગીદારી એ ઉદ્યોગક્ષેત્રની નવીનતાથી કેવી રીતે હકારાત્મક પરિવર્તન લાવી શકાય તેનું એક સશક્ત ઉદાહરણ છે. આ CNG વાહન સ્વચ્છ પર્યાવરણ, સ્વસ્થ સમાજ અને પોષિત ભારત તરફનું એક નાનું પણ મહત્વપૂર્ણ પગલું છે.”

રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ