મુન્દ્રામાં 30 વર્ષીય યુવાનોનો આપઘાત

મુન્દ્રામાં 30 વર્ષીય યુવાનએ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ બનવા અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુંદ્રાના ચાઈના ગેટના મહેશ્વરી વાસમાં રહેતા 30 વર્ષીય યુવાન કરણ દેવજી મહેશ્વરી નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું.  હતભાગી પોતાનાં ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર ઘરનાં આંગણામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે