અગાઉના ઝગડાનું મન દુઃખ રાખી કિડાણાના શખ્સ પર કરાયો જીવલેણ હુમલો

Chaku-Attack

copy image

copy image

ગાંધીધામ તાલુકાના કિડાણામાં પહેલાના ઝઘડાનું મનદુ:ખ રાખી એક શખ્સ પર જીવલેણ હુમલો થયો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કિડાણામાં રહેનાર ફરિયાદી ઇરફાનહુશેન સોઢા ગામમાં આવેલી પંક્ચરવાળાની દુકાન પાસેથી પસાર થઇ રહ્યો હતો તે દરમ્યાન આરોપી ત્યાં આવી ફરિયાદીના પંજા, પેટ, પાંસળીમાં છરીના ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો ગંભીર રીતે ઘવાયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે