દુષ્કાળમાં પશુઓ માટે રાહત: રખાલો ખુલ્લી મૂકવા ધારાસભ્યની માંગ

કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિને પગલે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન મંત્રી અર્જુન મોઢવાડીયાને પત્ર લખી મહત્વની રજૂઆત કરી છે.

તેમણે કચ્છમાં પશુઓના ચરિયાણ માટે વન વિભાગની રખાલો તાત્કાલિક ખુલ્લી મૂકવાની માંગ કરી છે. જો તાત્કાલિક નિર્ણય લેવાય તો હજારો પશુ અને પશુપાલકોને મોટી રાહત મળશે.

ભૂતકાળમાં પણ અછત સમયે વન વિભાગે પશુઓના હિતમાં આવા નિર્ણય કર્યા હતા.

સાથે જ ડેમોમાં પાણી ન હોવાથી અને નર્મદા આધારીત આયોજન અપૂરતું હોવાથી પશુઓ માટે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ વિનંતી કરી છે