રાપરના એક યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો

copy image

copy image

રાપરના એક યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ રાપરના તકિયાવાસમાં રહેતો રાજુ ગોપાલ સોલંકી નામનો યુવાન ગત તા;11/5ના સાંજે પોતાના ઘરના ઓટલા ઉપર બેઠો હતો. ત્યારે અગાઉની ફરિયાદનું મન;દુઃખ રાખેલ આરોપી શખ્સો ત્યાં આવી ગાળો બોલી ઉશ્કેરાઈ જઈ અને ફરિયાદીને ધોકા વડે માર માર્યો હતો. તે ઉપરાંત ફરિયાદીના પત્ની અને સાથે એક મહિલા બચાવા જતા તેમને પણ માર માર્યો હતો. દરમ્યાન ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.