મીઠીરોહર જી.આઈ.ડી.સી.માં એક કંપનીમાંથી રૂ;1.44 લાખની પ્લેટોની તસ્કરી થતા નોંધાઈ ફરિયાદ

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરમાં જી.આઈ.ડી.સી.માં એક કંપનીમાંથી રૂ;1.44 લાખની પ્લેટોની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનવા અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા;6/5ના મીઠીરોહર જી.આઈ.ડી.સી.માં આવેલ એક કંપનીમાં રાત્રે 12.40થી 3 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હોય તેવું સી.સી.ટી.વી.ના ફૂટેજ તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું. અહીં કોઈ અજાણ્યા ચોર ઇસમો રૂ;1.44 લાખની પ્લેટોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે કંપનીના મેનેજર રણજિતસિંહ જગતસિંહ રાઠોડે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.