ભુજમાંથી ભારતીય ચલણની નોટોના કલર જેવા કાગળોના 90 બંચ મળી આવ્યા : આરોપી ફરાર

copy image

ભારતીય ચલણની ડુબ્લીકેટ નોટો બનાવી લોકો સાથે છેતરપિંડી કરવાનો ચક્રવ્યૂહ રચાતો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આલાવારા કબ્રસ્તાન પાછળ આવેલા શેખ ફળિયામાં રહેતા રમજાનશા કાસમશા શેખએ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય ચલણની 100 અને 200ની ચલણી નોટો જેવી નોટો બનાવવા માટેના કાગળના બંચ રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળે રેડ પાડી કાર્યવહી હાથ ધરતા ભારતીય ચલણની નોટોના કલર અને માપ તથા સાઈઝના કાગળના 90 બંચ મળી આવ્યા હતા. પરંતુ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ પોલીસની પકડથી દૂર રહ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલ આરોપી ઈશમોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.