ચોરી તથા હત્યાના કેસમાં સંડોવાયેલો ફરાર આરોપી ઝડપાયો
copy image

ચોરી તથા હત્યાના કેસમાં સંડોવાયેલા ફરાર આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. આ મામલે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ખારીરોહરમાં રેહનાર એક શખ્સને ઘરફોડ ચોરી, વાહન ચોરી, તેમજ હત્યાની કોશિશના કેસમાં તા; 28/6/2024ના ન્યાયાલયે છ વર્ષની સજા તેમજ રોકડ રૂ;12,000નો દંડ ફટકારવામાં આવતા સજાથી બચવા આરોપી શખ્સ ફરાર થઈ ગયો હતો. તે વચ્ચે પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આરોપી શખ્સ દ્વારકામાં રૂપેણ બંદર પાસે મચ્છવારા કોલોનીમાં હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર રેઇડ કરી આરોપી ઈસમને પકડી પાડી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
