શંકાસ્પદ ડિઝલનો જથ્થો પકડી પાડતી નખત્રાણા પોલીસ


મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી. બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગરની ચીજ-વસ્તુઓની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવ્રુતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હોઇ.
જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એ. એમ. મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ઘડાણી ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મુરૂ ગામે લક્કી ચાડી પાસે અમુક ઈસમોએ ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલનો જથ્થો રાખેલ છે અને જેથી સદર જગ્યાએ રેઇડ કરતા ડીઝલનો જથ્થો મળી આવેલ જેના આધાર-પુરાવા વિશે પુછપરછ કરતા તેમની પાસે આવા કોઇ આધાર પુરાવા ન હોવાનું જણાવેલ જેથી સદર ઇસમ વિરુધ્ધ નખત્રાણા પો.સ્ટે. બી.એન.એસ.એસ. કલમ-૧૦૬ તથા ૩૫(૧)ઈ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવા કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમોના નામ સરનામા:-
(૧) અબ્દુલ્લા હારૂન રાયમા ઉ.વ.૩૮ રહે.કોટડા(મઢ) તા.લખપત
નાશી જનાર ઇસમો:-
(૧) અલીખાન જત
(૨) કાદરખાન જત
રહે.બન્ને લુડબાય તા.નખત્રાણા
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) ડીઝલ લીટર-૪૩૦ જેની કિં.રૂ.૯૮,૭૦૦/-
(૨) મારુતિ સ્વીફટ કાર જેના રજી. નંબર-GJ-02-BH-0857 વાળી જેની કિં.રૂ.૧,૦૦,૦૦૦/-
(૩) હીરો કંપની મો.સા. જેના રજી. નંબર- GJ-12-BM-0527 વાળી જેની કિં.રૂ.૨૦,૦૦૦/-
(૪) હીરો કંપની મો.સા. જેના રજી. નંબર- GJ-12-HB-1561 વાળી જેની કિં.રૂ.૨૦,૦૦૦/-
(૫) રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિં.રૂ.૫,૦૦૦/-
એમ કુલ્લે કિં.રૂ.૧,૮૩,૭૦૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા તથા સબીરભાઇ બાયડ તથા પો.હેડ કોન્સ. મોહનભાઇ આયર તથા રાજદીપસિંહ ગોહિલ તથા દિલીપભાઇ ડામોર તથા પો.કોન્સ. મોહનભાઈ ગઢવી તથા મીતકુમાર પટેલ તથા દામજીભાઇ જેપાર તથા ડ્રા. ચંદુભાઇ માજીરાણા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ છે.
