રાપર તાલુકાના મેવાસામા બાઇક અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત

copy image

રાપર તાલુકાના મેવાસામા બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગત તા; 7/5 ના સવારના અરસામાં રાપર તાલુકાના મેવાસાથી જુના મેવાસા ગામ તરફ જતા માર્ગ પર બે શખ્સો બાઇક લઈને જઈ રહ્યા હતા, તે સમયે રોંગ સાઈડ પર પુરઝડપે આવતી એક્ટિવા સાથે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણેયને ઇજા પહોંચી હતી. આ મામલે મળતી માહિતી મુજબ બાઇક ચાલકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
