આદિપુરના શખ્સને કચ્છ તથા સરહદને અડીને આવેલા જિલ્લાઓમાંથી કરાયો તડીપાર

આદિપુરના એક શખ્સને કચ્છ તથા સરહદને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આદિપુરમાં ઓમ મંદિર પાછળ મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા આરોપી શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી, મારામારી, તેમજ દારૂ સહિતની કલમો તળે 11 ગુના પોલીસ મથકે નોંધાવવામાં આવેલ હતા. છતાં પણ વારંવાર ગુના આચરતા આ ઈશમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ બાદ આદિપુર પોલીસે આ શખ્સની તડીપાર અંગેની દરખાસ્ત કરતાં તે મંજૂર થઈ હતી. જેથી આ શખ્સને કચ્છ તથા તેની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરતો હુકમ જાહેર કરાયો છે.