સુરત ખાતે આવેલ લાજપોર મધ્યસ્થ જેલમાં કેદીની તપાસ દરમ્યાન ત્રણ મોબાઇલ ફોન તથા એક એસેમ્બલ ચાર્જર મળી આવ્યા

copy image

સૂત્રોનું કહેવું છે, સુરત ખાતે આવેલ લાજપોર મધ્યસ્થ જેલમાંથી અવારનવાર તપાસ દરમ્યાન મોબાઈલ સહિતની વસ્તુઓ મળવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે ફરી એક વખત ચેકિંગ દરમિયાન એક ગંભીર ઘટનાનો પર્દાફાશ થયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પાકા કેદીની કરવામાં આવેલ તપાસ દરમ્યાન છુપાવેલા ત્રણ મોબાઇલ ફોન તથા એક એસેમ્બલ ચાર્જર મળી આવેલ હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.