માઉન્ટ આબુમાં ગુજરાત ટ્રાવેલ્સની બસને નડ્યો અકસ્માત : બ્રેક ફેલ થતા બસ રિવર્સમાં ધકેલાઇ : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

માઉન્ટ આબુમાં ગુજરાત ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માઉન્ટઆબુ ટોલનાકા નજીક બસની બ્રેક ફેલ થતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં બસ રિવર્સમાં ધકેલાઇ હતી. જોકે, બસ ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે બસને મોટા પથ્થર સાથે ટકરાવી દેતા બસ ખાઇમાં પડતા બચી હતી. બસની બ્રેક ફેલ થવાના કારણે બસ અથડાતા એક મોટું વૃક્ષ ધરાશાઇ થયું હતું. ટોલનાકાના કર્મચારીઓેએ મુસાફરોને બસમાંથી સુરક્ષિત નીચે ઉતાર્યા હતા. આ બનાવમાં ચાર થી પાંચ મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
