અંજાર પો.સ્ટે વિસ્તારમાં ગે.કા.રીતે રેતી ખનન કરતા ઇસમ ઉપ૨ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

copy image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે દાઉદ ભચુ કડલ રહે. સિનુગ્રા તા.અંજાર વાળાઓ ગે.કા.રીતે રોયલ્ટી વગર રેતી મંગાવી સિનુગ્રા ગામના સામેના ભાગે આવેલ પાણીના ટાંકા પાછળ ડુંગરની વચ્ચેના ભાગે રેતી સ્ટોર કરી વાહનો/લોડર મારફતે ભરી સપ્લાય કરવાની કાર્યવાહી કરે છે તેવી હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફ દ્વારા આ જગ્યાએ તપાસ કરતા રેતી સ્ટોર કરેલ મળી આવેલ અને ઉપરોકત ઇસમ લોડર વડે ડમ્પરમાં રેતી ભરવાની તૈયારીમાં હોય અને હાજર મળી આવેલ ઉપરોકત ઇસમ પાસે કોઈ આધાર પુરાવા ન હોય ગે.ડા.રીતે રોયલ્ટી વગર રેતી સ્ટોર કરી અલગ અલગ વાહનોમાં ભરી સ્પ્લાય કરતા મળી આવતા આગળની કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગ અંજારને સોંપવામાં આવેલ છે અને ખાણખનીજ વિભાગ દ્વારા નીચે મુજબનો દંડ આપવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદામાલ

(૧) લોડર મશીન-૧ ૨જી.નં. જીજે-૧૨-સીએમ-૨૧૩૧

(૨) ડમ્પ૨ વાહન-૧ ૨જી નં-જીજે-૬-નેને-૮૩૪૪

બંને વાહનોની આશરે કિં.૧૦,00,000/- ગણી સીઝ કરેલ છે.

બીન અધિકૃત રીતે સંગ્રહ કરેલ આશરે ૧૦૦ મે.ટન રેતી તથા મળી આવેલ બન્ને વાહનો ની મળી રૂ.3,૩૫,૦૦૦/- ટોટલ દંડડીય ૨કમ મળી કુલ રૂ. ૧૩,૩૫,૦૦૦/-

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી. પટેલ તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.