ગાંધીધામમાં 26 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારના યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા.28/5 આ બનાવ બન્યો હતો. ગાંધીધામના સુંદરપુરી તળાવડી વિસ્તારમાં રહેનાર 26 વર્ષીય જયેશ મારવાડા નામનો યુવાન પોતાના ઘરે હાજર હતો, તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર પંખામાં ગળે ફાંસો ખાઈ જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. વધુમાં મળતી વિગતો અનુસાર આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.