અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જએનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી


શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુજી અર્જુનભાઈ દેસાઈ, શ્રી સધીમાં મંદિર, રંગપુર ધામ, માણસા, અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા તથા અતિથિ વિશેષ તરીકે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તથા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ, પાંજરાપોળ સંસ્થાના સહાયક પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જનકભાઈ પટેલ, મિતલ ખેતાણી તેમજ શ્રી વિરમગામ ખોડા ઢોર પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તથા સાથી ટીમ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એનિમલ એમ્બ્યુલન્સને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને એલીસબ્રીજ વિસ્તારનાં ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ દ્વારા આવકારવામાં આવી હતી. જેનો હેલ્પલાઇન નંબર 91529 90399 છે.
સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહે આ પ્રસંગે જણાવ્યુ હતું કે વિરમગામ પાંજરાપોળ ખાતે શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા 1200 એકર જગ્યામાં પથરાયેલી પાંજરાપોળમાં દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા આશ્રય સ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સંસ્થાની માલિકીની 1200 એકર જ્મીન છે. જેમાં સંસ્થાને સ્વાવલંબી બનાવવા માટેના તમામ કાર્યો કરવામાં આવે છે. આ જમીનમાં આવેલા તળાવો ઊંડા કરી, તેમજ વરસાદી પાણીનો વ્યવસ્થિત સંગ્રહ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી અબોલ જીવો માટે સમગ્ર વર્ષ દરમિયાન પીવાના તેમજ વાપરવાના પાણીની અછત ઉભી ન થાય. સંસ્થાની જગ્યામાં જ કુદરતી ઘાસ ઉગાડીને 2300 અબોલ જીવોને સાતા આપવાનું કાર્ય સંસ્થા દ્વારા થઇ રહ્યું છે. આ સિવાય 5000 થી પણ વધુ દેશી વૃક્ષો ઉગાડીને અબોલજીવો માટે નૈસર્ગિક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન હંમેશા અબોલજીવોને જેટલી બને તેટલી સુવિધાઓ સુધારવા અને વધારવા માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે.
