સિમ્પોઝિયમ ૨૦૨૫ નો પ્રારંભ બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણીના પ્રેરણાદાયી વક્તવ્ય સાથે થયો

copy image

બીએનઆઈ અમદાવાદનો મુખ્ય વાર્ષિક કાર્યક્રમ, સિમ્પોઝિયમ ૨૦૨૫, ખૂબ જ ઉત્સાહ અને જાણીતા ઉદ્યોગસાહસિક ચંદુભાઈ વિરાણીના પ્રેરણાદાયી મુખ્ય વક્તવ્ય સાથે શરૂ થયો. સિસિલિયન વેન્ચર્સના સહયોગથી આયોજિત આ ત્રણ-દિવસીય સંમેલન અમદાવાદના બિઝનેસ કેલેન્ડરમાં એક સીમાચિહ્નરૂપ ઘટના બનવા જઈ રહી છે.

બિઝનેસ લીડર્સ, પ્રોફેશનલ્સ અને ઇનોવેટર્સથી ભરચક સભાગૃહને સંબોધતાં બાલાજી વેફર્સના સ્થાપક ચંદુભાઈ વિરાણીએ પોતાની નમ્ર શરૂઆત અને ભારતની સૌથી લોકપ્રિય નાસ્તાની બ્રાન્ડનું નિર્માણ કરનારા દ્રઢ નિશ્ચયની વાત કરી હતી.

કોઈ કંઈ પણ કહે, પણ હંમેશા પ્રમાણિક કામની ગરિમામાં વિશ્વાસ રાખો.

“વર્ષોથી શીખ્યું છે કે તમે કામ કરો કે ન કરો, દોષ તો આવે જ છે. મુખ્ય વાત એ છે કે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવું, ફરિયાદો પર નહીં. અડચણોનો આવશે પરંતુ તેનો સામનો કરતા શીખો, પૈસા ગુમાવ્યા પડે અને ભૂલો પણ થાય, પરંતુ દરેક પડકાર એક બોધપાઠ બની જશે.અને તે, બીજા કોઈ પણ વસ્તુ કરતાં વધુ તમને મજબૂત બનાવશે.

સિમ્પોઝિયમમાં સુખાકારી, નેટવર્કિંગ અને મનોરંજનના મિશ્રણની સાથે શીખવાના સત્રો, પેનલ ડિસ્કશન, રાઉન્ડટેબલ મીટ અને પ્રદર્શનોની રોમાંચક લાઇનઅપ આપવામાં આવી છે. કાર્યસૂચિમાં પાવર ટીમ શોકેસ અને ડોલ્ફિન ટેન્ક જેવા રોકાણકારોની પિચ ઇવેન્ટ્સ શામેલ છે.