મોકડ્રિલના કવરેજ માટે પધારનાર પત્રકારશ્રીઓએ મિલિટ્રી સ્ટેશન ભુજના ગેટ ખાતે આજરોજ ૩૧.૦૫.૨૦૨૫ના સાંજે ૪.૩૦ કલાકે પહોંચવા વિનંતી
ઓપરેશન શિલ્ડ અંતર્ગત ભુજ ખાતે આયોજિત મોકડ્રિલના કવરેજ માટે પધારનાર પત્રકારશ્રીઓએ મિલિટ્રી સ્ટેશન ભુજના ગેટ ખાતે આજરોજ ૩૧.૦૫.૨૦૨૫ના સાંજે ૪.૩૦ કલાકે પહોંચવા વિનંતી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પત્રકારશ્રીઓએ નિયત કરેલી વાહન વ્યવસ્થામાં જ મિલિટ્રી સ્ટેશનની અંદર મોકડ્રિલના સ્થળે જવાનું રહેશે.
મિલિટ્રી સ્ટેશન અંદર તમામ પત્રકારશ્રીઓએ પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓની સૂચના મુજબ નિયત સ્થળે ઊભા રહીને કવરેજ કરવાનું રહેશે.
મિલિટ્રી સ્ટેશન સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર હોય આ મોકડ્રિલ સિવાયના કોઈપણ વિસ્તારમાં ફોટો/વીડિયો કવરેજ કરી શકાશે નહીં.
કવરેજ કરવા માટે પધારનાર પત્રકારશ્રીઓએ પોતાના ફોટો ઓળખકાર્ડ અને ઓફીસ ઓળખપત્ર સાથે રાખવા ભલામણ કરવામાં આવે છે.
