અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર એક દુકાનમાં ગેસના બાટલામાં આગ ભભૂકી ઉઠતાં ધોડદામ

copy image

સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર એક દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આગ ગેસના બાટલામાં આગ લાગતાં આ બનાવ બન્યો હતો. આજે સાંજે જ્યારે સ્ટેડિયમમાં IPL 2025ની ફાઇનલ મેચ વચ્ચે રમાવાની છે આની વચ્ચે આ આગનો બનાવ સામે આવ્યો છે. આગના બનાવ અંગે જાણ થતા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ભરી નાસભાગ મચી હતી.