મતદાન અને મતગણતરી દિવસે ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઈલેક્ટ્રોનિકસ સાધનો લઇ જવા પર પ્રતિબંધ
ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી ચાલશે. આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહે૨નામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે.
રાજય ચૂંટણી આયોગના અને ભા૨તના ચૂંટણી પંચે, દ્વારા મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ તથા મત ગણતરીના દિવસે મત ગણતરી કેન્દ્ર ખાતે નિવારક પગલાં લેવા બાબતે જરૂરી સૂચનાઓ આપેલી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ – ભુજ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ થી કચ્છ જિલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોનાં મતદાર વિસ્તારમાં મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ તથા મત ગણતરીના દિવસે મત ગણતરી કેન્દ્ર ખાતે નિવારક પગલાં લેવા બાબતે નીચે મુજબના હુકમો કરેલ છે.
મતદાનના દિવસ તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન મથકમાં કે મતદાન મથકની ૧૦૦મી ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાય૨લેસ સેટ વગેરે લઈને જઈ શકશે નહીં કે ઉપયોગ કરી શકશે નહીં. કે વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુ ટુથ, પેન કેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઈ પણ ઈલેક્ટ્રોનીક સાધનો લઈ જઈ શકશે નહી. મતગણતરીના દિવસ તા.૨૫/૦૬/૨૦૨૫ના મતગણતરી કેન્દ્રની અંદર કે આસપાસ કે મત ગણતરી કેન્દ્રની આસપાસ કોર્ડન ક૨વામાં આવેલ વિસ્તા૨ની અંદર કોઈપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાય૨લેસ સેટ વિગેરે લઈને જઈ શકશે નહી કે ઉપયોગ કરી શક્શે નહીં.
આ જાહેરનામું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ચાર્જમાં હોય તેવા અધિકારીઓ અને ફરજ પર મુકેલા સલામતી માટેના કર્મચારીઓ તથા અધિકૃત કરેલ ચૂંટણી ફરજ ૫૨ના અધિકારી/કર્મચારીઓ, વ્યક્તિઓ/બાબતોને લાગુ પડશે નહી.
કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો ભા૨તીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.
અંજના ભટ્ટી