અંજાર-સતાપર વચ્ચે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ટપ્પરના ગોસ્વામી સમાજના માતા-પુત્રના કમકમાટીભર્યા મોત

અંજારથી ટપ્પર તરફ બાઇક ઉપર જઇ રહેલા ટાપ્પર ગામના ગોસ્વામી સમાજના માતા પુત્ર અંજાર- સતાપર વચ્ચેની માધવ વિલા સોસાયટી પાસેના માર્ગ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી ઓવરટેક કરવા જતી કાળા કાચ વાળી ક્રેટા કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શરદગિરિ મહેશગિરિ ગોસ્વામી (ઉ.વ.30) તથા સાવિત્રી બેન મહેશગિરિ ગોસ્વામી (ઉ.વ.55) ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે સાથે રહેલી નાની બાળકીને ગંભીર પ્રકારની ઇજા પહોંચતા વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવી છે.