પડાણા વિસ્તા૨માં લાકડાનાં બેન્સામાં થયેલ ઝઘડાના બનાવમાં થયેલ હત્યાના આરોપીને પકડી પાડતી ગાંધીધામ પોલીસે દબોચ્યો

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ નાઓ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ સાહેબનાઓ તરફથી જીલ્લામાં ગંભીર ગુના કામેના આરોપીઓ પકડવાની સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ ત૨ફથી પણ જરૂરી સુચના મળતા અને તાજેતરમાં પડાણા વિસ્તારમાં આવેલ સુધીર એન્ડ સન્સ ઇમ્પોર્ટ પ્રા.લી પડાણા સર્વે નં-૯૦ પ્લોટ નં-૧૯ થી ૨૬ ગાંધીધામ ખાતે આવેલ ઓ૨ડીમાં રહેતા માણસો વચ્ચે પાણીની મોટ૨ બંધ ક૨વા જેવી સામાન્ય બાબતમાં થયેલ ઝઘડામાં સંજયકુમા૨ ચૌધરી ને લાકડાની પટ્ટી વડે માથા ના ભાગે આરોપીએ ગંભીર ઇજા પહોંચાડેલ હોય જેનુ સા૨વા૨ દ૨મ્યાન મોત થતા સદ૨ બનાવ હત્યામાં ૫૨ીણમેલ હોય જે બનાવ અનુસંધાને ગાંધીધામ બી.ડીવી પો.સ્ટે ભાગ-અ.ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૫૦૭૯૦/૨૦૨૫ ગુન્હો બી.એન.એસ એક્ટ કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૨૯૬(૨) મુજબ નો ગુનો તા-૦૬/૦૬/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ જે ગુના કામે સંડોવાયેલ આરોપીને પકડી પાડવા સારૂ પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ હોય જે આરોપીને હ્યુમન સોર્સ થી શોધી કાઢી તેની ગુના કામે સંડોવણી જણાઈ આવતા તેની ધ૨પકડ ક૨ી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
:: પકડાયેલ આરોપી ::
ગુરુદેવકુમા૨ પ્રમોદ શર્મા ઉ.વ. ૩૪ હાલ ૨હે-સુધીર એન્ડ સન્સ ઇમ્પોર્ટ પ્રા.લી ની અંદ૨ બનેલ ઓરડીમાં,પડાણા, ગાંધીધામ મુળ ૨હે- દુખાટોલા પોસ્ટ-મહેશખુંટ થાના-ગોગરી જી.ખગડીયા રાજય-બિહાર
ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા તથા પો.સબ.ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા ક૨વામા આવેલ છે.