બિદડામાં 68 વર્ષીય વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

બિદડામાં 68 વર્ષીય વૃદ્ધાએ કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બિદડામાં રહેતા 68 વર્ષીય હાસબાઈ ખમુભાઈ મહેશ્વરી ગત તા; 8/6ના પોતાના ઘરે હાજર હતા તે સમય દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.
