ભુજમાં 15 વર્ષીય કિશોરીનું અપહરણ

ભુજમાં 15 વર્ષીય કિશોરીનું અપહરણ થઇ જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગત તા.6/6ના ફરિયાદીની 15 વર્ષીય દીકરીનું પોતાના ઘર નજીકથી કોઈ અજાણ્યો શખ્સ આવી તેમના કાયદેસરના વાલીપણામાથી કિશોરીનું અપહરણ કરી નાસી ગયો હતો. આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.
