માંડવીથી પરત ફરતા એક પરિવારનો બાયઠ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત

copy image

માંડવીથી પરત ફરતા એક પરિવારનો બાયઠ નજીક ઊભેલી ટ્રકમાં ઈકો ગાડી ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નલિયામાં રહેતો એક પરિવાર ઈકો ગાડીમાં માંડવી ફરવા જવા માટે નીકળ્યો હતો. દરમ્યાન માંડવી ફરી સાંજે ચારેક વાગ્યાના અરસામાં માંડવીથી પરત નલિયા આવવા નીકળ્યા હતા. ત્યારે ચાલકનું ધ્યાન સતત ફોનમાં હોવાથી બન્ને હાથ સ્ટેયરિંગ પરથી લઈ લીધા હતા. તે ઉપરાંત માંડવી-નલિયા માર્ગ પર બાયઠ નજીક પહોચતા ચાલકનું ધ્યાન ફોનમાં હોવાથી ટ્રકને ધ્યાનમાં ના લેતા પાછળ બેઠેલા ફરિયાદીએ રાડ પાડતા ગભરાઈ ગયેલા ચાલકે કિનારે ઉભેલી ટ્રકના ઠાંઠાંમાં ગાડી ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં એકનું મોત થયું હતું તેમજ અન્યને ગંભીર ઈજાઓ પહોચી હતી. આ મામલે ઇકો ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.